સોનોગ્રાફી
સોનોગ્રાફી એ ખૂબ જ જરૂરી એવી નિદાન પધ્ધતિ છે કે જે વ્યંધત્વ, પ્રેગનેન્સી તેમજ સ્ત્રી રોગ ની સારવાર માં ખૂબ જ મદદરૂપ થાય છે.
- ગર્ભાશય માં ગાંઠ(fibroid) હોય, મસો(polyps) હોય, દીવાલ જાડી(adenomyosis) હોય અથવા ગર્ભાશય માં કોઈ પડદો(septum) હોય અથવા જન્મજાત કોઈ ખામી હોય(congenital anomaly) તો તેના નિદાન માટે.
- ગર્ભાશય ની અંદરની દિવાલ પાતળી અથવા જડી હોય(thin endometrium), દિવાલ ચોંટેલી હોય(adhesion) અથવા ગર્ભાશય ની અંદર કોઈ કચરો (foreign body) હોય તો તેના નિદાન અને સારવાર માટે.
- ગર્ભાશય ની નળી બંધ છે કે ખુલી તેમજ નળી માં પાણી(hydrosalphinx) છે કે ગર્ભ છે કે નહિ(ectopic pregnancy) તેના નિદાન માં અને સારવાર માટે.
- અંડાશય ની ગાંઠ(ovarian cyst) ના નિદાન અને સારવાર માટે.
- ગર્ભાશય ની આજુબાજુ ચેપ (pelvic inflammatory disease)ના નિદાન અને સારવાર માટે.
- સ્ત્રીબીજ ના વિકાસ(follicular study) ની તપાસ માટે.
- ટેસ્ટ ટ્યુબ બેબી (IVF) ની સારવાર માં સ્ત્રીબીજ ને બહાર ખેંચવા માટે (ovum pick up) તેમજ ગર્ભ ગર્ભાશય માં મુકવા માટે(embryo transfer).

સગર્ભાવસ્થા ના પહેલા ત્રણ મહિના(1st trimester) દરમિયાન……..
- પ્રેગ્નન્સી છે કે નહિ તેના નિદાન માટે
- ગર્ભના ધબકારા ની તપાસ(heart beat)
- માસિકના દિવસો મુજબ ગર્ભ નો વિકાસ છે કે નહિ.
- ગર્ભની સંખ્યા (એક છે કે એક થી વધારે)(single or multiple pregnancy)
- મેલી, ગર્ભાશય, અંડાશય અને ગર્ભાશય ના મૂખ ની તપાસ.
- ગર્ભ ગર્ભાશય માં છે કે નળી માં ?(intrauterine or extrauterine)
સગર્ભાવસ્થા ના બીજા ત્રણ મહિના અને છેલ્લા ત્રણ મહિનામાં, સોનોગ્રાફી થી………..
- ગર્ભશિશુ નો વિકાસ (growth)
- ગર્ભશિશુ ની અવસ્થા (આડું,ઊંધું કે સીધું)(transverse,breech or cephalic)
- ગર્ભશિશુ ના અંગો ની ખોડખાપણ ની તપાસ (anomaly scan)
- મેલી ની અવસ્થા (ગર્ભાશયના મુખ પર છે કે નહિ)(placenta)
- ગર્ભશિશુ ની આજુબાજુ નું પાણી(liquor)
- ગર્ભશિશુ નું લોહી નું પરિભ્રમણ(colour flow)
- ગર્ભાશય કે અંડાશય ની ગાંઠ ની તપાસ
- ગર્ભાશયના મૂખ ની લંબાઈ(cervix length)
- ગર્ભાશયના મૂખ ની લંબાઈ(cervix length)

- ખૂબ જ વધારે અથવા અનિયમિત માસિક આવતું હોય.
- પેટમાં દુ:ખાવો થતો હોય.
- શારીરિક સબંધ સમયે દુ:ખાવો થતો હોય.
- પેડુ નો ભાગ ફૂલેલો લાગતો હોય
- ગંધ મારે તેવું સફેદ પાણી આવતું હોય ત્યારે

No Comments