- પ્રેગનેન્સીમાં કેટલીક વાર દર્દીઓ ડોક્ટરને સવાલ કરતા હોય છે કે મને તકલીફ નથી છતાં મારે શા માટે વારંવાર તપાસ માટે આવવું જોઈએ ?
તો “ PREVENTION IS BETTER THAN CURE. ” જેમ પૂર આવે તે પહેલાં પાળ બાંધવી જરૂરી છે તો તેવી જ રીતે આપણા શરીરમાં રોગ પેશી જાય તે પહેલાં જ તેની તંદુરસ્તી જળવાય રહે તો કેવું સારું, તો જાણીએ કે પ્રેગનેન્સી દરમિયાન નિયમિત તપાસ શા માટે જરૂરી છે.
સૌથી પહેલાં એ જાણીએ કે પ્રેગનેન્સી દરમિયાન નિયમિત તપાસ ક્યારે અને કેવા સમયે કરવી જોઈએ…
- જયારે તમને ખબર પડે કે તમે ગર્ભવતી છો અથવા માસિકના દિવસો પર ૭ દિવસ ચડ્યા છે ત્યારે સૌથી પહેલાં ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ.
- બીજી મુલાકાત ૧.૫ થી ૨ મહિનાની વચ્ચે જયારે બાળકના ધબકારા આવવાના હોય છે ત્યારે કરવાની હોય છે.
- તે પછી ૭ મહિના સુધી દર મહિને તપાસ થતી હોય છે.
- ૮ મહિનેથી દર ૧૫ દિવસે તપાસ થાય છે.
- ૯ મહિનાથી દર ૭ અથવા ૧૦ દિવસે તપાસ થાય છે.
- કેટલીક વાર કોઈ તકલીફ હોય તો વારંવાર તપાસ કરવાની જરૂર પણ પડે છે. જેમ કે, માસિક આવતું હોય, BP વધારે આવતું હોય, ડાયાબીટીસ હોય, બાળકની આજુબાજુ પાણી ઓછું હોય, બાળક હલનચલન ઓછું કરતું હોય, બાળકનો વિકાસ ઓછો હોય. આવા સંજોગોમાં વારંવાર તપાસ માટેની જરૂરિયાત હોય છે.
હવે જાણીએ કે નિયમિત તપાસ દરમિયાન માતા અને બાળકની કેવા પ્રકારની તપાસ થતી હોય છે.
- માતાની તપાસમાં વજન, BP, માતાનું શરીર ફિક્કું છે કે નહિ જેનાથી લોહીની ટકાવારી કેવી રહે છે. તેમજ તેમના પગમાં કેવા પ્રકારના સોજા છે એ જાણવાનું હોય છે.
બાળકની તંદુરસ્તી માટે બાળકનો વિકાસ, બાળકનાં ધબકારા, બાળકનું હલનચલન, બાળકના અંગોની તપાસ થતી હોય છે.
બાળક અને માતાની તંદુરસ્તી માટે કેવા પ્રકારના લોહીના રીપોર્ટ કરાવવામાં આવે છે ?
- માતાની તંદુરસ્તી માટે લોહીના રીપોર્ટ થાય છે જેમાં, હિમોગ્લોબીન, WBC, CBC,URINE ROUTINE MICRO, HIV, HBSAG, VDRL, THYROID, THALASSEMIA, HEPATITIS-C વાયરસ જેવા રીપોર્ટ કરાવવામાં આવે છે.
- બાળકની તંદુરસ્તી માટે સોનોગ્રાફી સૌથી ઉપયોગી નીવડે છે.
- સૌથી પહેલા બાળકના ધબકારા માટે.
- ૩ મહિને અને ૫ મહિને બાળકના ખોડખાંપણ માટે અને ત્યારપછીના સોનોગ્રાફી ડોક્ટરને જરૂરિયાત અનુસાર બાળકના વિકાસ, હલનચલન, પાણી તેમજ તેની નાળમાંથી થતાં પરિભ્રમણના નિદાન માટે કરાવવાના હોય છે.
માતા અને બાળકની તંદુરસ્તી સચવાય રહે તે માટે શું સલાહ–સુચન આપવામાં આવે છે. ?
- માતાની શારીરિક તંદુરસ્તી જળવાય રહે તે માટે તેમને કેવા પ્રકારનો ખોરાક લેવો, કેવી કસરત કરવી, કેવા પ્રાણાયામ કરવા, શારીરિક સ્વચ્છતા કેવી રીતે રાખવી, કેવા કપડાં પહેરવા, કેવા ચંપલ પહેરવા, કેવી રીતે ઉઠવું, બેસવું, સૂવું. તેમજ ઘરના કેવા પ્રકારના કામકાજ કરવા, મુસાફરી ક્યારે કરવી ક્યારે ન કરવી, શારીરિક સંબંધ રાખવો કે ના રાખવો તેના વિશેના સલાહ સુચન થતાં હોય છે. તેમજ તેમની મનની તંદુરસ્તી જળવાય રહે તેના માટે ગર્ભસંસ્કારના પ્રવૃત્તિ રૂપે તેમણે કેવા પ્રકારનું સંગીત સાંભળવું, કેવા પ્રકારના મનનું ચિંતન કરવું, કેવા પ્રકારના પુસ્તકો વાંચવા, રોજ કેવા પ્રકારની ક્રિયાઓ કરવી જેથી તે બાળકના સારા સંસ્કારનું શિંચન કરી શકે.
કેવા પ્રકારની સારવાર આપવામાં આવે છે ?
- શરૂઆતના ત્રણ મહિના દરમિયાન બાળકનાં નવા કોષો બનતા હોય છે તેથી તે સમય દરમિયાન FOLIC ACID અને B12 ની ગોળીઓ આપવામાં આવે છે.
- છેલ્લાં છ મહિના દરમિયાન IRON અને CALCIUM ની દવાઓ આપવામાં આવે છે.
- તે ઉપરાંત દર્દીની જે પ્રકારની તકલીફો અનુસાર દવાઓ આપવામાં આવે છે. ક્યારેક જરૂર અનુસાર જરૂર પડે તો કેટલીક મલ્ટી વિટામીન કે પ્રોટીન પાઉડરની ન્યુટ્રીશનલ સપોર્ટ તરીકે સારવાર આપવામાં આવે છે.
આમ, નિયમિત તપાસથી બાળક અને માતાને સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટે નિયમિત તપાસ કરાવવી જરૂરી છે….
No Comments