લેપ્રોસ્કોપી અને હિસ્ટરોસ્કોપી
પેટ ખોલી ને કરવામાં આવતા ઓપરેશન કરતા દૂરબીન થી થતાં ઓપરેશન વધારે ફાયદાકારક હોય છે. કારણકે દૂરબીન થતાં ઓપરેશન માં પેટ પર ટાંકા ન આવતા માત્ર 1 cm નો નાનો કાપો મૂકી ઓપરેશન કરવામાં આવે છે જેથી દર્દી ને દુ:ખાવો પણ ઓછો થાય છે, લોહી પણ ઓછું વહે છે ,ચેપ લાગવાની શક્યતાઓ ઓછી થાય તેમજ દર્દી ને જલ્દી રોજ બરોજ ના કામકાજ કરી શકે છે.
દૂરબીનના ઓપરશેન સારવાર તેમજ નિદાન બંને રીતે ઉપયોગ માં લઈ શકાય છે. ક્યારેક નિદાન સમયે જરૂર પડે તો ઓપરેશન કરી સારવાર પણ કરી શકાય છે.
દૂરબીન થી તપાસ ની જરૂર ક્યારે પડે? :
- પેડુ માં દુ:ખાવાનું કોઈ કારણ ન મળે ત્યારે.
- વ્યંધત્વનું / નિ:સંતાનપણા નું કોઈ કારણ ન મળે ત્યારે.
- ગર્ભાશય ની આજુબાજુ ચેપ હોય તો
- ગર્ભાશય અને અંડાશય ની આસપાસ માસિકનો ભરાવો થાય ત્યારે(endometriosis).
- ગર્ભાશય, અંડાશય, નળી, અને આંતરડા એક બીજા સાથે ચોંટેલા હોય ત્યારે
દૂરબીનથી ઓપરેશન કરી સારવારની જરૂર ક્યારે?:
- ગર્ભાશય નીકાળવાનું હોય.
- અંડાશય, ગર્ભાશય ની ગાંઠ નીકળવાની હોય.
- નળી માં ગર્ભ રહેલો હોય ત્યારે.
- ગર્ભાશય, અંડાશય, નળી અને આંતરડા એકબીજા સાથે ચોંટેલા હોય ત્યારે.

- હિસ્ટ્રોસ્કોપી એ એક દૂરબીનથી ગર્ભાશય ની અંદરની તપાસ કરવાની પધ્ધતિ છે.જેમાં 4 mm જેટલું પાતળું દૂરબીન ગર્ભાશય ના મુખથી ગર્ભાશય ના અંદર મુકવામાં આવે છે તેમાં ગર્ભાશય પર કોઈ કાપો કે ટાંકા લેવાની જરૂર પડતી નથી.
- તે ગર્ભાશય અંદર પડદો હોય, ગર્ભાશયની દીવાલ ચોંટેલી હોય, ગર્ભાશયની અંદર મસો હોય અથવા ગર્ભાશયની અંદર કોઈ ગાંઠ કે કચરો હોય તેના નિદાનમાં અને તેની સારવારમાં ઉપયોગી છે.

No Comments