કેટલાક પતિ-પત્ની ને પ્રેગનન્સી રાખવામાં તકલીફ થતી હોય છે.જો તમે ૬ મહિના કે તેથી વધુ સમયથી પ્રેગનન્સી રાખવાની કોશિશ કરવા છતાં પણ જો પ્રેગનન્સી ન રહેતી હોય તો આપણે ડોક્ટર ની સલાહ ની જરૂર છે.
તો સૌપ્રથમ અમે તમને સ્ત્રી-પુરુષ ના શારીરિક બંધારણ વિશે અને પ્રેગનન્સી કેવી રીતે રહે તેમની પ્રક્રિયા, પ્રેગનન્સી નહિ રહેવા માટે ના જવાબદાર કારણ વિશે સમજાવીશું. અને શું કરવાથી પ્રેગનન્સી રહેવાની શક્યતાઓ વધારી શકાય તેનાથી તમને માહિતગાર કરીશું
નીચેના પાંચ પગથીયા ને અનુસરો જે તમને ગદાપી પરિણામ માં મદદ કરશે.
ફળદ્રુપતા નો સમયગાળો એટલેકે એ સમયગાળો જે દરમિયાન અંડાશયમાંથી સ્ત્રીબીજ છુટું પડે. આ સમયગાળા ના ૨૪ થી ૪૮ કલાક ની આસપાસ સંબંધ રાખવાથી પ્રેગનન્સી રહેવાની વધુ માં વધુ શક્યતાઓ હોય છે.
જો તમારું માસિક નિયમિત આવતું હોય તો …….
સ્ત્રી બીજ છુટું પડવાનો સમય માસિક ના પહેલાં દિવસ ના ૧૪- ૧૫ દિવસ પછી અથવા પહેલાં હોય છે.
તમારો શારીરિક સંબંધ રાખવાનો સમય માસિક ના ૧૦ થી ૨૦ માં દિવસ નો હશે.
જો તમારું માસિક અનિયમિત આવતું હોય તો …….
તમે તમારો સ્ત્રીબીજ છુટું પડવાનું નક્કી નહિ કરી શકાય જેથી શારીરિક સંબંધ નો સમયગાળો નક્કી કરવો પણ અઘરો પડશે.
તો આવા સંજોગોમાં તમે અમારી હોસ્પિટલ ની મુલાકાત લો જ્યાં અમે તમારો સ્ત્રીબીજ છુટું પડવાની તપાસ કરી અને તે અનુસાર તમને શારીરિક સંબંધ રાખવા માટે સમજાવીશું.
વજન નિયમિત માં લાવવા પોષ્ટિક આહાર અને નિયમિત વ્યાયામ નો આગ્રહ રાખવો
પત્ની એ પ્રેગનન્સી પ્લાન કરતાં ની ત્રણ મહિના પહેલાંથી ફોલીક અસીડ અને વિટામીન B12 ની દવા પીવી જોઈએ જેનાથી બાળક માં કરોડરજ્જુ ના મણકાની અને મગજ ની ખોડખાપણ આવવાની શક્યતા ઓ ઘટે છે.
પત્નીને અછબડા, રૂબેલા ની રસી લગાવી શકાય. ડાયાબીટીશ, હાઈબ્લડપ્રેશર, ખેંચ, મગજ ની, ચામડીની, અથવા થાઈરોઈડની દવા ચાલતી હોય તો જરૂર મુજબ બદલાવ લાવવા પડે.
કેટલાક દંપતીઓ માટે માત્ર ફળદ્રુપતાનો સમય નક્કી કરી શારીરિક સંબંધ ક્યારે કરવો તે સમજાવવામાં આવે છે તો ક્યારેક કોઈ દંપતીઓને સ્ત્રીબીજ ની સંખ્યા વધે અને ગુણવત્તા સુધારે તેવી દવા આપી પણ પ્રેગનન્સી રહેવાની શક્યતાઓ વધારી શકાય છે.
બાકી ના દર્દીઓને જરૂર પડતા IUI અથવા IVF ની સલાહ આપવામાં આવે છે.