ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પત્નીને પતિની અર્ધાગ્ની કહેવામાં આવે છે. એટલે કે પતિનું અડધું અંગ છે. તો તમારું અડધું અંગ જયારે જીવનના વિશેષ તબક્કા માંથી પસાર થઇ રહ્યું છે અને એક સ્ત્રીમાંથી માતામાં રૂપાંતરણ, પરિવર્તન થાય છે ત્યારે તેના બાહ્ય એટલે કે તેના શારીરિક ફેરફાર પણ થાય છે અને આંતરિક હોર્મોન્સ અને માનસિક ફેરફારો પણ થાય છે. આ ફેરફારો ક્યારેક ચડાવમાં હોય છે તો ક્યારેક ઉતારમાં પણ હોય છે. તો તમે આ ફેરફાર દરમિયાન તેમના સાચા સાથીદાર બનશો તો તે તમારા બાળક માટે તેમજ તમારી પત્નીની તંદુરસ્તી માટે ઉપયોગી નીવડશે તેમજ આવનારા ભવિષ્યમાં તમારા પતિ પત્નીના સંબંધોમાં પણ ફેરફાર થશે અને ઉપયોગી નીવડશે.
તો જાણીએ કે પ્રેગનેન્સીમાં તમે તમારી પત્નીને કેવી રીતે ઉપયોગી તેમજ મદદરૂપ બનશો………
- સૌ પ્રથમ મેડિકલ ચેકઅપ વખતે પ્રેગનેન્સી રહ્યાથી પ્રેગનેન્સીમાં દરેક વિઝીટ સમયે અને ડિલિવરી થયા પછી તેમજ નવજાત શિશુની સંભાળ સમયે. આ દરેક તબક્કામાં તમારી પત્નીને સાથીદાર તરીકે તમારી ખાસ જરૂર હોય છે.
- પ્રેગનેન્સીમાં મેડિકલ ચેકઅપ સમયે જવાનો ખાસ આગ્રહ રાખવો. આગ્રહ જ નહિ પરંતુ તેમને થતી બધી જ ફરિયાદો જણાવો, તેની સારવાર શું છે તેની પુરેપુરી માહિતી મેળવો તેમજ ડોક્ટર દ્વારા સમજાવવામાં આવતી પ્રેગનેન્સીમાં કેવી બાબતોનું ધ્યાન રાખવું તેની માહિતી મેળવો. દવા વિશે, કેવા પ્રકારના લોહીના રીપોર્ટ, સોનોગ્રાફી ક્યારે કરાવવાની છે તેના વિશે પણ માહિતી મેળવો.
- પ્રેગનેન્સી દરમિયાન કેવા પ્રકારનો પૌષ્ટિક આહાર લેવો જોઈએ તેના માટે પણ પુરેપુરી માહિતી મેળવો તેમજ એવા પ્રકારનો પૌષ્ટિક આહાર તમારા ઘરમાં ઉપલબ્ધ કરવાની જવાબદારી લો. ઉપલબ્ધ કરાવ્યા પછી તે ખોરાક નિયમિત લેવાય છે કે નહિ તેનું પણ ધ્યાન રાખો.
-
કસરત અને પ્રાણાયામ
- કસરત 20 – 30 મિનીટ રોજે અથવા અઠવાડિયામાં એક કે બે વાર કરાવવી. તમે સાથે ચાલવા પણ જઈ શકો છો.
- પ્રેગનેન્સી દરમિયાન થતા યોગાસનમાં તમે મદદ કરી શકો છો અથવા સાથે કરી શકો છો. સ્ટ્રેચિંગ એકસરસાઈઝમાં મદદ કરી શકો છો.
- કેટલાક દુઃખાવા જેમકે કમરના, પીંડીના દુઃખાવામાં હળવો મસાજ કરી રીલેકશેસન આપી શકો .
- પ્રાણાયામ જે તમારી પત્નીને જાણ ના હોય તો પોતે શીખીને તમારી પત્નીને પણ કરવામાં મદદ કરી શકો છો.
-
ગર્ભસંસ્કારની પ્રવૃતિઓ
આ પ્રવૃતિઓમાં તેમના સાથીદાર બનો જેમ કે……….
- વાંચન માટે તેમને પ્રેગનેન્સીમાં ઉપયોગી મહાપુરુષોની પુસ્તકો, ધાર્મિક પુસ્તકો, જીવનમાં ઉપયોગી અમુક કૌશલ્યો વિકાસ માટેની પુસ્તકો, MIND ગેમ મગજ વધારે તીવ્ર બને તેવા પ્રકારની પુસ્તકો તેમને વસાવી આપો.
- ક્યારેક એવું પણ બને છે કે ઘરની વધુ પડતી જવાબદારીને કારણે તેઓ વાંચી શકતા નથી ત્યારે તમને જે સમય મળે છે ત્યારે પુસ્તક વાંચો અને માત્ર સારાંશ તેમને સમજાવી શકો છો. જયારે તેઓ કામ કરતાં હોય છે ત્યારે તમે પુસ્તક વાંચીને પણ તેમને સંભળાવી શકો છો.
-
સંગીત
સંગીતની પ્રવૃતિમાં સારું સંગીતનું કલેક્શન કરો.
લોકગીતો, શ્લોકો, ભજનો, રાષ્ટ્રભક્તિના ગીતોના કલેક્શન કરી ઘરમાં સંગીતમય વાતાવરણ ઊભું કરો.
સંગીત સાંભળતાની સાથે-સાથે ગાવાનું પણ પ્રયત્નો કરો, યાદ રાખવાનું પ્રયત્ન કરો,
તાલ, લય તેનાથી ધ્યાનની પ્રવૃત્તિ પણ થશે અને સંસ્કારની પ્રવૃત્તિ પણ થશે.
-
ચિત્ર દોરવા
તેમાં તમે બહારથી કોઈ પણ પ્રિન્ટ સ્કેચ કરેલાં લાવી શકો છો. તેમાં સાથે બેસીને રંગો પૂરી શકો છો. ઘરની નાની નાની પ્રવૃત્તિઓમાં પણ સાથે ક્રિએટીવ વર્ક કરી શકો છો.
-
કથનો
બાળવાર્તાઓ, મહાપુરુષોના કથન તેમજ ગર્ભસંસ્કારની પ્રવૃત્તિ રૂપે ટી.વી. મોબાઈલનો ઉપયોગ કરી સારા પ્રવચનો સાંભળી શકો છો અથવા ધારાવાહિક પણ જોઈ શકો છો જે તમારા બાળક માટે ઉપયોગી બને. પરંતુ ખાસ ધ્યાન એ પણ રાખવું કે ટી.વી. મોબાઈલનો ઉપયોગ મર્યાદિત રાખવો.
-
રોજિંદા કામો
શક્ય હોય તો ઘરના રોજિંદા કામો જે પ્રેગનેન્સીમાં મુશ્કેલ હોય તેમાં પણ મદદ કરી શકો છો જેમકે કોઈ ભીની ફલસ છે તેના પર ચાલવાનું જરૂરી હોય છે તો તે કામ તમે કરવામાં મદદ થાવ અથવા કોઈ વસ્તુ ઉંચી છે અને એ લેવામાં જરૂરી છે તો તમે ઉપર ચડી એ વસ્તુને આપી શકો છો. વજનદાર વસ્તુ ઉપાડવામાં મદદ કરો જેનાથી તેમના શરીરને પણ થાક ઓછો લાગશે.
-
પ્રેગનેન્સી દરમિયાન વધુમાં વધુ ખુશ રહે તેવા પ્રયત્નો કરવા જોઈએ
તેમને લાંબી ટુર માટે, લોંગ ડ્રાઈવ માટે, દરિયા કિનારે, ઉગતા સૂરજને કે આથમતા સૂરજને જોવું. મંદિરમાં, ગાર્ડનમાં સાથે જવું.
ક્યારેક સરપ્રાઈઝ ગીફ્ટ આપી શકો છો.
મેટરનીટી ફોટોશુટ કરી શકો છો. તેમના શરીરમાં જે શારીરિક ફેરફાર થાય છે અને જે દેખાવ આવે છે તેના તમે વખાણ કરી શકો છો.
તમે સાથે મળીને આવનાર બાળકની ભવિષ્યની વાતો પણ કરી શકો છો. તમારા પત્નીના પેટ પર હાથ રાખી બાળકની કીક મુવમેન્ટને ફિલ કરી શકો છો. તમે કેવા પ્રકારના નામ રાખશો ? નામનું અર્થ શું છે ? બાળકનું કેવા પ્રકારનું ભવિષ્ય બનાવવાનું છે તેની પણ ચર્ચા અથવા ચિંતન કરી શકો છો. આ ઉપરાંત બાળકમાં સારા સંસ્કાર અથવા ગુણ આવે તેના માટે સાથે બેસી વિચાર કરી શકો છો. કેટલીક વાર તમે બાળકોના ફોટોશૂટ જોઈ શકો છો અથવા અગાઉથી જ સાથે મળીને બાળકના કપડાંની, રમકડાંની શોપિંગ કરી શકો છો અથવા ડિલિવરી પહેલાં બાળકની રૂમની તૈયારીઓ પણ કરીશકો છો.
No Comments