- થેલેસેમીયા થવાની શક્યતા સામાન્ય રીતે ખૂબ ઓછી હોય છે તેથી ખૂબ ઓછા વ્યક્તિઓ થેલેસેમીયા વિશે જાણતા હોય છે.
- થેલેસેમીયા એક ખૂબ ગંભીર રોગ છે તેથી પ્રેગનેન્સી પહેલાં થેલેસેમીયા શું છે એ જાણવું ખૂબ જરૂરી છે.
- થેલેસેમીયા એ એક લોહીનો રોગ છે જેમાં લોહીના ઘટકતત્વો હિમોગ્લોબીનની શ્રુંખલા ફેરફાર થવાને કારણે રક્તકણોનું આયુષ્ય ટૂકું થઇ જાય છે.
- રક્તકણો વારંવાર તૂટવાને કારણે દર્દીમાં લોહીની ટકાવારી ખૂબ ઓછી થઇ જાય છે અને આ રક્તકણો તૂટ્યા પછી લોહતત્વોનું પ્રમાણ શરીરમાં વધી જતું હોય છે.
થેલેસેમીયાનો રોગ બે પ્રકારનો હોય છે.
-
થેલેસેમીયા માઇનર
- થેલેસેમીયા માઇનરમાં દર્દી રોગી નથી. પણ સામાન્ય રીતે લોહીની થોડી ટકાવારી ઓછી હોય છે તેમજ તે રોગનો વાહક ( પેઢી દર પેઢી લઇ જનાર ) હોય છે.
-
થેલેસેમીયા મેજર
- થેલેસેમીયા મેજરમાં દર્દી રોગી પણ છે અને રોગનું વાહક પણ હોય છે.
- તેમાં દર્દીની લોહીની ટકાવારી ખૂબ જ ઓછી રહે છે અને આ રોગની બાળપણથી જ જાણ થઇ જાય છે જેમાં દર્દીને આજીવન વારંવાર લોહી ચડાવવાની જરૂર પડે છે.
- રક્તકણો તૂટવાને કારણે જે લોહતત્વો વધે છે એ લોહતત્વો શરીરનાં અન્ય અંગોને નુકશાન ન કરે તેના માટે ઇન્જેક્શન કે પીવાની દવાઓ પણ લેવી પડતી હોય છે.
- થેલેસેમીયા મેજરથી જે પણ બાળક પીડિત હોય તેમનું આયુષ્ય ઓછું હોય છે.
- આ રોગથી પીડાતા દર્દીનાં પરિવાર જનોને પણ તેમની સારવાર દરમિયાન ઘણી બધી કષ્ટિઓ ભોગવવી પડે છે.
પ્રેગનેન્સી દરમિયાન થેલેસેમીયાનો રીપોર્ટ કેમ કરાવવો જોઈએ ?
- થેલેસેમીયા એ વારસાગત રોગ છે જેમાં માતા અને પિતા બંને જો થેલેસેમીયા માઇનરથી પીડાતા હોય તો તેમના જે આવનારા બાળકો છે તેમાંથી 25 % બાળકો થેલેસેમીયા મેજર કે જે ગંભીર રોગ છે તેનાથી પીડિત હોય છે.50 % થેલેસેમીયા માઇનર કે જે માત્ર વાહક છે અને 25 % બાળકો નોર્મલ હોય છે.
- આથી પ્રેગનેન્સી રહેતાની સાથે જ અથવા પ્રેગનેન્સી પ્લાન કરતાની સાથે જ થેલેસેમીયાનો રીપોર્ટ કરાવવો જરૂરી હોય છે.
- થેલેસેમીયાનો રીપોર્ટ કરાવ્યા પછી જો માતા થેલેસેમીયા માઇનરથી પીડિત હોય તો પિતાનો રીપોર્ટ કરાવવામાં આવે છે.
- માતા અને પિતા બંને થેલેસેમીયા માઇનરથી પીડિત હોય તો ગર્ભશીશુ બાળક પણ થેલેસેમીયાથી પીડિત છે કે નહિ તેમજ માઇનર કે મેજર છે તેનું નિદાન કરવાનું હોય છે.
- આ નિદાન કરવા માટે આશરે ૩મહિના પુરા થયા બાદ મેલીના કોષો (chorionic villi sampling) અથવા 4 મહિના પુરા થતાં બાળકની આસપાસનું પાણી ખેંચી (amniocentesis ) પાણીમાં રહેલા બાળકનાં કોષોમાંથી રીપોર્ટ કરવામાં આવે છે.
No Comments