પ્રેગનેન્સી દરમિયાન જ્યારે દર્દી તપાસ માટે આવે છે ત્યારે તેમનો સવાલ હોય છે કે મારું બાળક સીધું છે, ઊંધું છે કે આડું છે.
બાળક સીધુ, ઊંધું કે આડુ ક્યારે કહેવાય…?
- પ્રેગ્નન્સી દરમિયાન દર્દીનો જ્યારે પાંચમાં મહિને સોનોગ્રાફી કરાવવામાં આવે છે ત્યારે તેમાં ક્યારેક બાળક સીધું, ઊંધું કે આડુ છે એમ લખેલું હોય છે. અને તેના પરથી દર્દી પૂછે છે કે બાળક સીધુ છે કે ઊંધું છે.
- આઠ મહિના પછી જ્યારે દર્દીને ડોક્ટર દ્વારા સમજાવવામાં આવે છે કે તમારા બાળકની પોઝિશન ઉંધી છે અથવા આડી છે. ત્યારે દર્દીને પ્રશ્ન થતો હોય છે કે મારું બાળક ઊંધું હતું તો પહેલાથી અમને જાણ કેમ ન કરી.
- તો વાસ્તવિક એવી હોય છે કે સાતમા મહિના પહેલા બાળક આખું ગોળ ફરતું હોય છે. અને તેમાંથી 25 થી 30 ટકા બાળકોમાં બાળક ઊંધું હોય છે, આડુ હોય છે. પરંતુ તેમાંથી માત્ર 7 થી 8 ટકા સુધીના બાળકો 32 અઠવાડિયા સુધીમાં ઉંધા અથવા આડા હોય છે. તેમાંથી પણ 2 થી 3 ટકા બાળકો જ ડિલેવરી સમયે આડા અથવા ઊંધા હોય છે. બાકીના લગભગ બધા બાળકો માથાના વજનના કારણે સીધા થઈ જાય છે.
બાળકને સીધું, ઊંધું, આડું ક્યારે કહી શકાય ?
- બાળકના માથાનો ભાગ જ્યારે માતાના પેઢુના ભાગમાં હોય છે ત્યારે તેને સીધું કહી શકાય. જેને સેફેલીક (cephalic) પોઝિશન કહેવાય છે. અથવા સોનોગ્રાફીમાં Vertex પોઝિશન પણ કહી શકાય છે.
- જ્યારે બાળકના માથાનો ભાગ માતાના છાતીના ભાગ તરફ હોય છે ત્યારે બાળક ઊંધું કહેવામાં આવે છે. એટલે કે Breech પોઝિશન કહેવામાં આવે છે.
- જ્યારે બાળકના માથાનો ભાગ માતાના કોઈપણ એક પડખાના ભાગ બાજુએ હોય, ડાબી બાજુ કે જમણી બાજુના પડખામાં હોય ત્યારે તે બાળકને Transverse એટલે કે આડુ કહેવામાં આવે છે.
આ પોઝિશન જાણવી શા માટે અગત્યની હોય છે ?
- બાળકની ડિલેવરી સમયે બાળકનું માથું નીચે હોય તો તેમની ડિલેવરી સહજતાથી થતી હોય છે.
- જ્યારે બાળક આડું હોય છે ત્યારે તેમની ડિલેવરી કોઈપણ સંજોગોમાં થતી નથી અને તેમાં સિઝેરિયન ઓપરેશનની જરૂર પડતી હોય છે.
- જ્યારે બાળક ઊંધું હોય છે ત્યારે તેમાં કેટલાક સંજોગોમાં નોર્મલ ડિલેવરી થવાની શક્યતા હોય છે. પરંતુ ડિલેવરી થવાના થોડા જોખમ પણ હોય છે જેમ કે બાળકનો કમરનો ભાગ નરમ હોવાથી બહાર નીકળી જાય પરંતુ માથું કઠણ હોવાથી ફસાવવાની તકલીફ થઇ શકે જેથી શ્વાસ લેવામાં તકલીફ પડે તો બાળક ને કાચની પેટીમાં દાખલ કરવું પડે આવું ન થાય તે માટે અથવા આવું જોખમ લેવા ન માંગતા દર્દી એ સીઝેરીયન ઓપરેશન કરવું પડે તેથી બાળકની પોઝિશન ડિલેવરી પહેલા જાણવી ખૂબ જ અગત્યની હોય છે.
હવે જાણીશું કે બાળકની પોઝિશન કઈ રીતે છે તે કઈ કઈ પદ્ધતિથી જાણી શકાય ?
- સૌપ્રથમ પેટ પરની એટલે કે પર એબડોમીનલ એક્ઝામિનેશનની પદ્ધતિથી બાળકનું માથું ક્યાં છે તે જાણી શકાતું હોય છે.
- પરવજાઈનલ એટલે કે યોની માર્ગથી જ્યારે હાથથી તપાસ કરવામાં આવે છે. આ પદ્ધતિથી પણ જાણી શકાય છે.
- સોનોગ્રાફી પદ્ધતિ કે જેનાથી બાળકના અંગો ઉપરથી અથવા તેના માથાની પોઝિશન પરથી બાળક આડું, ઊભું કે ત્રાસુ છે કે નહીં તે જાણી શકાય છે………
No Comments