પ્રેગનેન્સી દરમિયાન જે પણ રીપોર્ટ કરાવવામાં આવે છે તે હકીકતમાં પ્રેગનેન્સી રાખ્યાના પહેલાં કરાવવા જોઈએ. પરંતુ ખુબ ઓછા એવાં દંપતીઓ હોય છે કે જેમની એવી માનસિકતા હોય છે અથવા માનસિક રીતે તૈયાર હોય છે કે આ લોહીના રીપોર્ટ પ્રેગનેન્સી પહેલાં જ કરાવવી લઈએ. એટલા માટે સામાન્ય રીતે પ્રેગનેન્સી પછી જ આ લોહીના રીપોર્ટ થતાં હોય છે.
સૌ પ્રથમ એ જાણીએ કે પ્રેગનેન્સી રહેતાની પહેલાં લોહીના રીપોર્ટ થાય તો શું ફાયદા થાય છે…???
- HB,જો હિમોગ્લોબીન પ્રેગનેન્સી પહેલાં કરાવવામાં આવે અને તેમાં હિમોગ્લોબીન ઓછું છે તો દર્દીને પ્રેગનેન્સી રહ્યા પહેલાં જ હિમોગ્લોબીનની દવા આપી દેવામાં આવે છે.
- પ્રેગનેન્સી રહ્યા પછી જો દર્દીને ઉલટી ઉબકા થતાં હોય ત્યારે દર્દીની સ્ફૂર્તિ પણ ઓછી હોય છે તેથી જો લોહીની ટકાવારી સારી હશે તો સ્ફૂર્તિ પણ સારી રહેશે.
- દર્દીને પ્રેગનેન્સી દરમિયાન આયર્નની દવા પણ ઓછી પીવી પડશે જેથી એસીડીટીની અને ગેસની તકલીફ પણ ઓછી થશે.
- થાઇરોઇડ અથવા ડાયાબીટીસના રીપોર્ટ જો પ્રેગનેન્સી પહેલાં જ કરાવવામાં આવે અને દર્દીને પહેલાથી ખબર પડે કે થાઇરોઇડ અથવા ડાયાબીટીસની બીમારી છે તો ગર્ભમાં માનસિક રીતે ખોડખાંપણ આવવાની અથવા શારીરિક રીતે કોઈ પણ ખોડખાંપણની શક્યતાઓ, એબોર્શન થવાની શક્યતાઓ, અધુરા મહીને ડિલિવરી થવાની શક્યતાઓ કે બી.પી. આવવાની શક્યતાઓ પણ ઘટી જાય છે.
- કેટલાક એવા ઇન્ફેકશનો હોય છે જે માતાને હોય તે બાળકને થવાની શક્યતાઓ હોય છે. એવાં ઇન્ફેકશનોમાં HIV, હિપેટાઈટીસ-B અથવા સીફીલીસ જેવા રોગો જો પ્રેગનેન્સી પહેલાં જ ખબર પડી જાય તો બાળકને ઇન્ફેકશન લાગવાની શક્યતાઓ ખૂબ ઓછી થઇ જાય છે.
કયા રીપોર્ટ કરાવવા જોઈએ અને ક્યારે કરાવવા જોઈએ …???
HB, CBC
- હિમોગ્લોબીનનો રીપોર્ટ લોહીની ટકાવારી જાણવા માટે કરવામાં આવે છે.
- CBC માં ત્રણ પ્રકારના કાણોની તપાસ કરવામાં આવે છે RBC, WBC અને PLETELATE COUNT જે કણોનો રીપોર્ટ હોય છે જેમાં ઇન્ફેકશન અથવા કણો ઓછા થવાની બીમારી વિશેની માહિતી મળે છે.
RBS
- જેનાથી દર્દીને ડાયાબીટીસ છે કે નહિ તેનું નિદાન અથવા સ્ક્રીનિંગ થતું હોય છે અને જો તેમાં કંઈ પણ શંકાશીલ લાગે તો ઓરલ ગ્લુકોઝ ટોરેન્સ ટેસ્ટ ( OGTT ) કરી દર્દી સાચે જ ડાયાબીટીસથી પીડાય છે નહિ તેનું નિદાન કરી શકાય છે.
URINE ROUTINE AND MICRO TEST
- આ રીપોર્ટમાં દર્દીને પેશાબમાં કોઈ ઇન્ફેકશન છે નહિ તેનું નિદાન થાય છે.
- પ્રેગનેન્સી દરમિયાન જો આનું ઇન્ફેકશન હોય તો અધુરા મહિને ડિલિવરી થવી અથવા બાળકનું આજુબાજુનું પાણીનો ડસ્કો ફુટી જવાની શક્યતાઓ હોય છે. તેથી જો આ ઇન્ફેકશન હોય તો દર્દીની સારવાર કરવાથી તેમનાથી દર્દીને બચાવી શકાય છે.
- પેશાબની રૂટિન ચેકઅપમાંથી દર્દીની કીડની,પથરી અથવા લિવરની કોઈ પણ પ્રકારની તકલીફ છે કે નહિ તેના વિશે પણ માહિતી મેળવી શકાય છે.
S.TSH
- થાઈરોઈડનો રિપોર્ટમાં પ્રેગનેન્સીમાં થાઈરોઈડનું હોર્મોન્સ પ્રમાણ ઓછું છે કે વધારે છે તેનું નિદાન થાય છે અને આ થાઈરોઈડની બીમારી માતામાં હોય તો તેની અસર બાળક પર પણ થતી હોય છે અને બાળક માનસિક રીતે ઓછું વિશાલશીલ હોય છે .
BLOOD GROUP
- બ્લડગ્રુપના રિપોર્ટથી માતા A , B , AB કે O પોઝિટીવ અથવા તો નેગેટિવ છે તેનું નિદાન થતું હોય છે.
- જો આમાં માતાનું બ્લડગ્રુપ નેગેટિવ હોય તો પિતાનું બ્લડગ્રુપ ટેસ્ટ કરવામાં આવે છે અને જો પિતાનું બ્લડગ્રુપ પોઝિટીવ હોય તો માતાનું ICT ટેસ્ટ કરવામાં આવે છે.
- જરૂર અનુસાર તેમને ડિલિવરી પછી જો બાળકનું બ્લડગ્રુપ પોઝિટીવ હોય તો માતાને ઇન્જેક્શન ANTI-D આપવાની જરૂર છે કે નહિ તેનો ખ્યાલ આવે છે.
થેલેસેમીયા અને રંગસૂત્રો
- થેલેસેમીયા અને રંગસૂત્રોની તપાસ માટેનો રિપોર્ટ.
- આ બે રિપોર્ટ એવા છે કે જે જિનેટેકલી અથવા રંગસૂત્રોથી ( વારસાગત ) થવાની શકયતાઓ હોય છે.
1) થેલેસેમીયા સ્ક્રીનિંગ ટેસ્ટ
- થેલેસેમીયા સ્ક્રીનિંગ ટેસ્ટમાં માતાનો થેલેસેમીયા ટેસ્ટ કરવામાં આવે છે. જો માતા થેલેસેમીયા MINOR થી પીડિત હોય તો પિતાનો થેલેસેમીયા ચેક કરવામાં આવે છે અને જો પિતા પણ થેલેસેમીયા MINOR થી પીડિત હોય તો ગર્ભશિશુ થેલેસેમીયાથી પીડિત છે કે નહિ તેનું નિદાન થાય છે.
2) રંગસૂત્રોની તપાસ માટેનો રિપોર્ટ
- રંગસૂત્રોની ખામી તેના ગર્ભશિશુમાં છે કે નહિ તેના નિદાન માટેનો રિપોર્ટ.
- તેમાં સોનોગ્રાફી સાથે માતાનું લોહી લઈને DOUBLE MARKER કે QUADRUPLE MARKERનું ટેસ્ટ કરી કેટલા પરસન્ટ પ્રેગનેન્સીમાં જે ગર્ભ છે તેમાં રંગસૂત્રોની ખામી આવવાની શક્યતા છે તેનું નિદાન થાય છે અને આગળ જરૂરિયાત અનુસાર NIPT ટેસ્ટ માતાના લોહીના રિપોર્ટથી પણ કરવામાં આવે છે.
- આ ઉપરાંત કેટલીક એવી બીમારી છે અથવા તો ચેપ છે. જે માતામાંથી બાળકમાં થવાની શક્યતાઓ હોય છે તે જાણવા માટે કેટલાક રિપોર્ટ કરાવવાના હોય છે જેમ કે, HIV–1 અને HIV–2 એ AIDS ના નિદાન માટે ઉપયોગી હોય છે.
- HBSAG જે હિપેટાઈટીસ B ના નિદાન માટે ઉપયોગી હોય છે અને VDRL ટેસ્ટ જે સિફિલિસના નિદાન માટે ઉપયોગી હોય છે.
No Comments